શ્રી ક્ષત્રિય રાજપુત પઢીયાર વિકાસ ટ્રસ્ટ  તેમજ  જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુજકૂવા ગામમાં પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો. તારીખ:- 02/03/2024

  

  

 શ્રી ક્ષત્રિય રાજપુત પઢીયાર વિકાસ ટ્રસ્ટ  તેમજ  જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુજકૂવા ગામમાં પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો

બહોળી સંખ્યામાં સમાજના લોકોએ આ ભવ્ય સમુહલગ્નનને નિહાળ્યો
આંકલાવ તાલુકાના મુજકૂવા ગામમાં જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી ક્ષત્રિય રાજપુત પઢીયાર વિકાસ ટ્રસ્ટ દ્વારા મુજકૂવા ગામમાં પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો. આ શુભ પ્રસંગ પઢીયાર સમાજના યુવક યુવતીઓ લગ્નગ્રંથીએ જોડાઈને જીવનની નવી શરૂઆત કરી.આ પ્રસંગે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, તેમજ દાતાઓ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ શુભ પ્રસંગે જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે.એમ. ઠાકોર તેમજ શ્રી ક્ષત્રિય રાજપુત પઢીયાર વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ આર પઢીયાર એ લગ્નગ્રંથિએ જોડાયેલ સમાજના દીકરા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.તે ઉપરાંત ખજાનચી પોપટસિંહ પઢીયાર,ઉપપ્રમુખ રમેશસિંહ એસ પઢિયાર, અને મંત્રી રાજેશ સિંહ ડી. પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે સમાજના હિતમાં થઈ રહેલા આ કામને અને આયોજકોને પ્રોત્સાહન આપવા માટે આંકલાવ એપીએમસીના ચેરમેન મનુભાઈ મેલાભાઈ પઢીયાર,આણંદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ પઢિયાર મુજકુવા ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પી પઢીયાર તેમજ આંકલાવ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ડાયાભાઈ હરમનભાઈ પઢીયાર (ટીકા ભાઈ ) તેમજ આંકલાવ તાલુકા ભાજપના મહામંત્રી ગણપતસિંહ પઢીયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખાસ મહેમાન તરીકે ડોક્ટર સંદીપભાઈ પટેલ અને મેહુલસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા