***શિલાલેખોમાં પ્રતિહારોની ઉત્પત્તિ ***

       ઇતિહાસ માંથી મળેલ પુરાવા અનુસાર પ્રતિહારોમાં મંડોર ( રાજસ્થાન ) ના પ્રતિહારો નું પહેલું રાજઘરાના છે જેના શિલાલેખો પર વર્ણન મળે છે. મંડોરના પ્રતિહારોના ઘણા શિલાલેખો મળે છે જેમાંથી ત્રણ શિલાલેખો માં પડિહારો ની ઉત્પત્તિ અને વંશ ક્રમ નું વર્ણન મળે છે. તેનું વર્ણન આ પ્રમાણે છે.  –

  1. વિ સં. 894 ચૈત્ર સુદી 5 ઈસ્વીસન 837 ના શિલાલેખ જોધપુર શહેર પનાહની દીવાલ પર લગાવેલ છે.  આ શિલાલેખ પહેલાં મંડોર સ્થિત ભગવાન વિષ્ણુના કોઈ મંદિર માં હતો.  આ શિલાલેખ મંડોર ના શાસક બાઉક પડિહાર નો છે. 

  2.વિ. સં.  918 ચૈત્ર સુદી 2 ઈસ્વીસન ના બંને ઘાટિયાલા 2ના શિલાલેખ છે.  એક સંસ્કૃતમાં લખેલ છે તથા બીજો તે ભાષાનો અનુવાદ છે.  આ બંને શિલાલેખ મંડોર ના પડિહાર ના છે.  આ ત્રણે ય શિલાલેખોમાં રઘુકુળ તિલક શ્રી રામચંદ્ર ના ભાઇ લક્ષમણ થી આ પ્રતિહાર કુળની ઉત્પત્તિ થઇ હોવાનું વર્ણન કરેલ છે. સંબંધિત પંક્તિઓ દેખાય છે. બાઉક પડિહાર ના જોધપુર ના અભિલેખ –

स्वभ्रातरा रामभद्रस्य प्रतिहार कृतं यतः

श्री प्रतिहार वंशों यंमतक्षचोंन्नति माप्नुयात।।3,4।।

અર્થ – પોતાના ભાઇ રામભદ્ર એ પ્રતિહારી નું કાર્ય કર્યું. તેનાથી આ પ્રતિહારો નો વંશ પ્રગતિ પ્રાપ્ત કરે. 

ઘાટિયાલા અભિલેખ –

रहुतिलओपडीहारो आसीसीरी लक्खणोतिरामस्य

तेण पडीहारवंसो समुणईए त्थसम्पतो।

અર્થ :- રઘુકુળ તિલક લક્ષમણ શ્રી રામ ના પ્રતિહાર હતા. તેમનાથી પ્રતિહાર વંશ સંપત્તિ અને સરખી ઉન્નતિ પ્રાપ્ત થઇ. આ અભિલેખ માં લખ્યું છે કે સવંત 918 ચૈત્ર મહિના માં જયારે ચંદ્રમા હસ્ત નક્ષત્રમાં હતા શુક્લ પક્ષ ની બીજ બુધવારે શ્રી કક્કુક એ પોતાની કીર્તિ ની વૃદ્ધિ કરવા માટે રોહિન્સકુપ ગામમાં એક બજાર બનાવ્યું જે મહાજનો, વિપ્રો, ક્ષત્રિયો અને વ્યાપારીયો થી ભરેલું રહેતું હતું. 

  लेखक – देवीसिंह मंडावा