મહાન ચક્રવર્તી ક્ષત્રિય સમ્રાટ મિહિરભોજ પ્રતિહાર જન્મદિનની ઉજવણી – 2023 (લોલપુરા ,કહાનવાડી ,તા. આંકલાવ જી.. આણંદ

શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ & શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર પ્રતિહાર કેડવણી મંડળ . ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય સંત શ્રી દલપતરામ મહારાજ ના અધ્યક્ષ સ્થાને શ્રી ક્ષત્રિય સમ્રાટ મિહિરભોજ જન્મજયંતી ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી.જેમાં એકલબારા સ્ટેટ ના ઠાકોર સાહેબ શ્રી પુષ્પરાજસિંહ પઢિયાર ,ઇંદ્રજીતસિંહ પઢિયાર ( ઈલુભા )તથા આણંદ નગરપાલિકા ઉપપ્રમુખશ્રીમતી સુમિત્રાબા પઢિયાર ,સામાજિક કાર્યકર શ્રી પ્રતાપસિંહ માધવસિંહ પઢિયાર (મુજપુર) ગુલાબસિંહ પઢિયાર (આણંદ અમૂલ દૂધ મંડળીના સરકારી પ્રતિનિધિ ) ,દિનેશભાઇ પઢિયાર (આણંદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ) એ હાજરી આપી આ સમયે ધોરણ 10 અને 12 માં 75 % કે તેથી વધુ ગુણ મેળવનાર વિધ્યાર્થીઓ તથા સમાજમાં વિશિસ્ઠ સિદ્ધિ મેળવનાર વિધ્યાર્થીઓ તથા તાજેતર માં ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર માં સિલેક્શન થયેલ જવાનોનું સન્માન કરવામાં આવ્યું . સ્થળ : લોલપુરા ,કહાનવાડી તા. આંકલાવ જી. આણંદ તા.18/10/2023