નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનાર – તારીખ 19/03/2023

  1. આજ રોજ આંકલાવ તાલુકામાં શિક્ષણ ભવન ખાતે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર માં કાયદાકીય વિષય પર પુછતા પ્રશ્નો અંગે જાણકારી આપવા માટે શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ગુજરાત મારફતે કરવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે એવા ઉમદા હેતુથી મંડળ ના પ્રમુખ શ્રી કનકસિંહ પઢિયાર તથા ઉપપ્રમુખ શ્રી તથા મહામંત્રી શ્રી તથા કારોબારી સભ્યો ની હાજરી માં તથા જીતેન્દ્ર સિંહ પઢિયાર નાં નેતૃત્વ હેઠળ ખુબ જ સુંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા કેવાં કેવાં પ્રશ્નો અને ઉકેલ બાબતે ખુબ જ સરસ છણાવટ કરવામાં આવી સાથે સાથે હિતેશ સિંહ પઢિયાર તરફથી પણ ખુબ જ સરસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું તેની સાથે મંચસ્થ મહાનુભાવો માં ઉપસ્થિત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી રમણસિંહ એ પણ ખુબ જ સરસ જીવનલક્ષી શિક્ષણનું મહત્વ ની ખુબ સરસ વાત કરી તથા અમુલ ડેરી સરકારી હોદ્દા પર નિમણૂક થયેલ ગુલાબસિંહ તથા શિક્ષણ જગત ના નામી અનામી સૌની હાજરીમાં ખુબ જ સરસ આયોજન ગોઠવ્યું જેમાં મંડળ નાં કારોબારી સભ્યશ્રી ઓ માં પોપટ સિંહ પઢિયાર તથા ગોપાલ સિંહ તથા કાર્યકમ નું સફળ સંચાલન કરનાર મારા મોટાભાઈ એવા રાજેન્દ્ર સિંહ તરફથી ખુબ જ સરસ સંચાલન કરી સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પુર્ણ કરી નાસ્તો કરી સૌ મિત્રો એ કાર્યકમ ને સફળ બનાવ્યો પુનઃ સૌનો ખુબ ખુબ આભાર