કારોબારી મિટિંગ :-બિલપાડ ,તા. આંકલાવ બાપા સીતારામ મઢી તા:- 15/07/2023

શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના કારોબારી કમિટી સભ્યો ની મિટિંગ તા – 15/07/23 બીલપાડ મુકામે થઇ, તેમાં નીચેના એજન્ડા ઉપર કામ પ્રમાણે કામ કરવાનું નક્કી થયેલ છે.

(1) પઢિયાર વિકાસ ટ્રસ્ટ ના આજીવન સભ્યો માંથી નવા કારોબારી કમિટી સભ્યો ની નિમણુંક કરવા
(2) હાલ જે કારોબારી કમિટી સભ્યો છે તેમાંથી કોઈને હોદ્દા ઉપર રહીને સેવા આપવી હોય તવા બાપુઓ ને હોદ્દો આપી સન્માનિત કરવા
(3) 2024 મા ટ્રસ્ટ પરિવાર તરફથી સમૂહ લગ્નની ની તૈયારી કરવી અને તેના માટે એક અલગ ટિમ બનાવવી કારોબારી કમિટી સભ્યો માંથી
(4) જેતે કારોબારી કમિટી સભ્યો ને ટ્રસ્ટ તરફથી જે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવે તેને કમિટી સભ્યો એ સ્વીકારી તે કામ જવાબદારી પૂર્વક પૂર્ણ કરવું
(5) ટ્રસ્ટ પરિવાર ના આજીવન સભ્યો ના પરિવાર સહીત સ્નેહમિલન નો પોગ્રામ કરવો અને 2023 મા ધો -6 થી 12 મા 80% ઉપર ઉતીર્ણ થયા હોય તેમજ કોલેજ મા અલગ અલગ વિભાગ મા સારા ટકા એ ગેજ્યુઍંટ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ નું સન્માન પત્ર આપી સન્માનિત કરવા, ( આવા વિદ્યાર્થી ઓ ના નામ લખવાવનું માર્કશીટ ની ઝેરોક્ષ કોપી લેવાવી ને જમા કરવાનું કામ જે ગામ ના કે આજુબાજુ એરિયા ના કારોબારી કમિટી સભ્ય હશે તેમની જવાબદારી રહેશે)
(6) ટ્રસ્ટ બંધારણ ના નિયમ પ્રમાણે સતત ત્રણ કારોબારી કમિટી મિટિંગ મા ગેરહાજર રહેનાર સભ્યો ને કારોબારી કમિટી માંથી બરખાસ્ત કરવામાં આવશે તેમાં કોઈ પણ જાત ની દલીલ ચાલશે નહિ
(7) ખાસ આ મિટિંગ પછી કારોબારી કમિટી ગ્રુપ મા કોઈ પણ અપશબ્દો વાળા મેસેજ કરવા નહિ જેથી કરીને કોઈ સભ્યો નું મન દુઃખ થાય, આવા મેસેજ કરનાર સભ્યો ને તાત્કાલિક રીમુવ કરવામાં આવશે પછી એ કોઈ પણ સભ્ય કે હોદેદાર હોય તેમાં કોઈ દલીલ ચાલશે નહિ તેની ખાસ નોંધ લેવી
(8) કારોબારી કમિટી સભ્યો દ્વારા નવા આજીવન સભ્યો બનાવવા અને જે ગામ મા મિટિંગ કરાવવી હોય તેની જાન હોદેદારો ને કરીને મિટિંગ ની વ્યવસ્થા કરાવવી
(9) જેતે કારોબારી કમિટી સભ્યો દ્વારા આજીવન સભ્યો બનાવ્યા છે તેમની રૂબરૂ મુલાકાત લેવી અને તેમના પ્રસ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવું અથવા તેના માટે કોઈ હેડેદાર ની મદદ ની જરૂર જણાય તો તરત તેમને જાન કરીને આજીવન સભ્યો સાથે મુલાકાત કરાવી તેમના પ્રશ્નો નું સમાધાન કરવું
(10) કોઈ ગામ મા મિટિંગ માટે તારીખ સમય અને વાર હોદેદાર તેમજ કારોબારી કમિટી સભ્યો નક્કી કરીને સામે વાળા ને જાન કરીને ત્યાર બાદ મીટીંગ રાખવી
(11) ક્ષત્રિય સમાજ ના વિકલાંગ વ્યક્તિ ઓ ની માહિતી લઈને તેમને શું પ્રોબ્લેમ છે તેની જાન આગળના હોદેદારો ને કરવી.

 

આ મિટિંગ મા હાજર રહેનાર દરેક બાપુઓ તેમજ કોઈ કારણો સર નથી આવી શક્યા તે દરેક કારોબારી કમિટી સભ્યો નો ટ્રસ્ટ પરિવાર તરફથી ખુબ ખુબ આભાર 🙏🏼અને ખાસ જે ફ્રી હોવા છતાં જાણી જોઈ ને મિટિંગ મા નથી આવ્યા તેમનો પણ ખુબ ખુબ આભાર 🙏🏼