ભારત ના ઇતિહાસ માં કેટલાક વંશ ખુબ મહત્વપૂર્ણ  રહ્યા છે. તેમનું સામ્રાજ્ય ખુબ વિશાળ હતું. અને સાહિત્ય નો પણ ખુબ પ્રચાર કર્યો. કેટલાક વંશોએ જેમને જે ધર્મમાં આસ્થા હતી તે ધર્મનો ખુબ જ ફેલાવો કર્યો પરંતુ ક્ષત્રિય બધા ધર્મો પ્રત્યે ઉદાર અને સહિષ્ણુ હતા. શાશક વર્ગ જે ધર્મ  ને માનતા હતા તે સિવાય બીજા ધર્મોનું સંરક્ષણ 

 પ્રદાન કરતા હતા. સાથે દાન – પુણ્ય વગેરે આપીને પ્રોત્સાહન પણ આપતાં હતા. 

           ભારતના મહાન સામ્રાજ્ય માં પ્રતિહારો નું પણ મોટુ સામ્રાજ્ય હતું. જેની એક વિશેષતા રહી છે કે જેમ મોર્ય, નાગવંશ તથા ગુપ્તવંશ  વગેરે હતા   તેમના વિરોધી દુશ્મન એક તરફ જ હતા. જેના કારણે ઉપરોક્ત વંશો ના શાસકો ને પોતાના રાજ્યો તથા સામ્રાજ્ય ને એકજ  દિશામાં દુશ્મન નો સામનો કરવો પડતો હતો. જેમાં તે સફળ પણ થયા. પરંતુ પ્રતિહારો ને પશ્ચિમમાં ખલિફા જેવી વિશ્વવિજયી શક્તિ સાથે મુકાબલો ચાલતો હતો. દક્ષિણમાં (રાષ્ટ્રકૂટો ) રાઠોડો થી ટક્કર હતી.  જે કોઈપણ હિસાબે તેમનાથી ઓછી શક્તિશાળી ન હતી.  પૂર્વમાં બંગાળ ના પાલ પણ તેમના દુશ્મન હતા,તે પ્રતિહારો થી વધુ શક્તિશાળી ન હતા છતાં પ્રતિહારોએ તેમની સામે યુદ્ધ માટે વ્યસ્ત રહેવું રહેવું પડતું હતું. અરબ પણ દુશ્મન હતું. તેમના એક વેપારી એ લખ્યું હતું કે પ્રતિહારો ને પોતાના સામ્રાજ્ય ની સમસ્ત દિશાઓમાં (ચારે તરફ ) લાખોની સંખ્યામાં સૈનિકો રાખવા પડતા હતા.  તે પ્રમાણે મોર્ય, નાગો, અને ગુપ્તો ના મુકાબલામાં પ્રતિહારોની શક્તિનું આકલન કરવામાં આવે તો પ્રતિહારો ની શક્તિ તેમનાથી વધારે હોવાનું સિદ્ધ થાય છે.  

          આધુનિક ઇતિહાશકારો એ તેમને ગુર્જર પ્રતિહાર લખવાનું શરુ કરી દીધું.  જયારે તેમણે પોતે ક્યારેય પોતાને ક્યારેય ગુર્જર નથી લખ્યું. ઇતિહાસકાર કે એમ મુન્શી એ પોતાના પુસ્તક ‘ગ્લોરીજ ધેટ ગુર્જરદેશ ‘ માં આ વિષયમાં ખુબ વિશાળ વિવેચન કર્યું છે, અને આ સિદ્ધ કર્યું છે.  કે પ્રતિહાર ગુર્જર દેશના સ્વામી હોવાને કારણે વિરોધીઓએ તેમને ગુર્જર પ્રતિહાર પરિભાષિત કરી દીધા છે.  જયારે તેમના શિલાલેખો નો આપણે અભ્યાસ કરીએ છીએ તો પ્રતિહારોના શિલાલેખ તથા કન્નોજ ના પ્રતિહાર સમ્રાટ ના શિલાલેખો માં આ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે.  કે અયોધ્યા ના સમ્રાટ રામ ના નાનાભાઈ લક્ષમણ ના વંશજ પ્રતિહાર છે. અભિલેખોમાં પણ તેમના વંશ નિકાશ નું આટલું ચોખ્ખું વર્ણન આવે છે છતાં પણ આજકાલ ના કેટલાક વિદ્વાન હઠધર્મી થી તેમને ગુર્જર પ્રતિહાર જ માને છે.  આ ઇતિહાસ ની સાથે મોટી દ્ધેશતા છે.  પ્રતિહારોનું જેટલું મોટુ સામ્રાજ્ય હતું એટલો જ તેમનો ઇતિહાસ પણ મહાન છે.  ભારત અને ભારત ની સંસ્કૃતિ પણ ખુબ મોટી ઋણી છે.  અગર પ્રતિહારો અને ચિતોડના શાસક ગુહીલોતો એ સાથે મળીને ખલીફાઓની મહાન શક્તિને ના રોકી હોત તો આજ ભારતનું ચિત્ર જ કંઈક અલગ હોત તથા  ભારતીય સંસ્કૃતિ અને અહીંનો ધર્મ ઈરાન અને મિશ્ર ની જેમ બિલકુલ નષ્ટ થઇ ગયો હોત અને જેમ વિદ્વાન લોકો તે દેશોની સંસ્કૃતિ અને ની શોધ કરી રહ્યા છે તેવી જ હાલત ભારત દેશ ની હોત. ફરી એકવાર ભારત પ્રતિહારોનું ખુબ આભારી છે. 

लेखक : – देवीसिंह मंडावा 

               -જય ગાજણા માતાજી 

                -જય હો પ્રતિહારો કી